એ કણસી રહેલ મદદ માંગતો અવાજ સુધી પહોંચવા, એ માટી ખોદીને દરિયાઈ એક ટાપુ સુધી પહોંચી. વિશ્વભરનાં ટાપુઓ કરતાં આ દ્વિપ હરીયાળીથી ભરેલો અને સુંદર દેખાતો હતો. આ જગ્યા ગીચ જંગલો વચ્ચે અરબસાગરને મળતી હોય એવું લાગ્યું. આ નિર્જન ટાપુમાં કોઈ માણસ દેખાતું ન હતું. નિલક્રિષ્ના તો આ દ્વીપની સુંદરતા જોઈને અવાક થઇ ગઈ. એ અહીંના વાતાવરણની ખુબસુરતીમાં ખોવાઈ રહી હતી. આવતા એ અવાજને ભુલી આ દરીયાની લહેરના મોજા માણવા લાગી.આ અવાજ સુધી આગળ વધતા એક દરિયાઈ ગુફાની એ અંદર પહોંચી. ગુફાની આસપાસ કોઈ લાલ બત્તીથી પ્રકાશ આપતું હોય એવું દેખાય રહ્યું હતું. પરંતુ નિલક્રિષ્ના જાણતી ન હતી કે, "પોતે આ એક