પ્રકરણ ૧૮: નવી સવાર અને શ્રદ્ધાંજલિસમય: ટકરાવના ૪૫ દિવસ પછી – 'ઝીરો અવર' ના ૧૦ દિવસ બાદ.સ્થળ: પૃથ્વીની સપાટી – એન્ટાર્કટિકાનું નવું મુક્તિ કેન્દ્ર.આકાશમાં હજુ પણ ધૂળ અને રાખના વાદળો તરતા હતા, પરંતુ આજે પહેલીવાર એ વાદળોની તિરાડમાંથી સૂર્યનું એક નબળું, પીળું કિરણ પૃથ્વીની સપાટીને સ્પર્શ્યું હતું. તે કિરણ માત્ર પ્રકાશ નહોતું, તે આશાનું પ્રતીક હતું.આર્યનનું બલિદાન નવી આશા અને આ તમામ બચેલા પૃથ્વી વાસીઓ માટે એક વરદાન સમાન હતું.ઝીરો બંકરના કંટ્રોલ રૂમમાં હજુ પણ સન્નાટો હતો. સેલ્ફ-ડિસ્ટ્રક્ટ સિક્વન્સ અટકી ગઈ હતી, પરંતુ તેની કિંમત બહુ મોટી હતી. કદાચ આવનાર સમયમાં નવી આવનાર પેઢીઓ આની કિંમત યાદ કરશે. માયા અને