પ્રકરણ ૧૭: અંતિમ મિનિટો અને જીવલેણ મુકાબલોસમય: ટકરાવના ૩૫ દિવસ પછી – સેલ્ફ-ડિસ્ટ્રક્ટ કાઉન્ટડાઉન: ૦૯:૦૦ મિનિટ.સ્થળ: એન્ટાર્કટિકા – ઝીરો બંકરનું પ્રવેશદ્વાર.એન્ટાર્કટિકાની થીજવી દેતી ઠંડી અને ઝેરી ધુમ્મસ વચ્ચે માયા અને તેની ટીમ સ્પેસ સૂટ પહેરીને ઉભી હતી. સામે ઝીરો બંકરનો અભેદ્ય ગેટ હતો. બંકરની અંદરથી આવતા સાયરનનો અવાજ બરફીલા પવનોમાં ભળી રહ્યો હતો."આર્યન, અમે કૂલિંગ વેન્ટ પાસે છીએ, પણ તે લેસર ગ્રીડથી સુરક્ષિત છે!" માયાએ હાંફતા અવાજે કહ્યું. તેના હેલ્મેટના કાચ પર બરફ જામી રહ્યો હતો.સ્પેસ સ્ટેશન પર યુદ્ધ ની સ્થિતિ હતી.આર્યન સ્પેસ સ્ટેશન પર પરસેવે રેબઝેબ હતો. "માયા, હું સ્ટેશનના તમામ લેસર રિફ્લેક્ટર્સને ઝીરો બંકરના પાવર ગ્રીડ પર કેન્દ્રિત