#ભ્રમજાળભાગ ૩: અરીસાની પાછળ"તેં આ સાંભળવું નહોતું જોઈતું, કાયાન." ઈશિતાનો અવાજ ઠંડો અને ધારદાર હતો, જાણે કોઈ બરફની પાતળી પટ્ટી ગળા પર ફરી રહી હોય.કાયાનનું શરીર ધ્રૂજી રહ્યું હતું, પણ આ વખતે એ ધ્રૂજારી ડરની નહીં, પણ આઘાત અને ગુસ્સાની હતી. તેના હાથમાં રહેલું વોઈસ રેકોર્ડર અત્યારે તેના માટે સૌથી મોટું હથિયાર હતું. તેણે રેકોર્ડર મજબૂતીથી પકડ્યું."તું... તું મારી સાથે આ રમત કેમ રમી રહી છે ઈશિતા? મેં તારું શું બગાડ્યું છે?" કાયાને ગર્જના કરી.ઈશિતા ધીમેથી ડગલાં ભરતી તેની નજીક આવી. તેના ચહેરા પરની એ પ્રોફેશનલ નરમાશ હવે ગાયબ હતી. તેની આંખોમાં એક વિચિત્ર સંતોષ હતો, જેવો કોઈ શિકારીને પોતાનો