પયાના ઓટો મ્યુઝિયમ, મૈસૂર

  • 162
  • 66

કર્ણાટક તરફ જતા લોકો લગભગ બેંગલોર જોઈ મૈસુર જાય જ છે. હવે નવો એક્સપ્રેસ હાઈવે થતાં બેંગલોર થી મૈસૂર બે કલાકથી ઓછા સમયમાં પહોંચાય છે. ગુજરાતની દ્વારકા જતી બધી ટ્રેન ઓખા ટર્મિનેટ થાય એમ બેંગલોરની ટ્રેનો મૈસૂરથી આવે છે. એ રીતે મૈસૂરને બેંગલોરનો નાનો ભાઈ કહી શકો.અમે બેંગલોર અમારે ઘેર ગુંજૂર થી 8 વાગે નીકળી એક નાસ્તાના હોલ્ટ સાથે 10.30 સુધીમાં મૈસૂરની શરૂઆતમાં શ્રીરંગપટ્ટમ ના વળાંક નજીક આવેલ  પાયાના કાર મ્યુઝિયમ પહોંચ્યાં.  પાયાના એ કન્નડ શબ્દ છે, જેનો અર્થ સફર થાય છે. અહીં આપણી ઓટોમોબાઇલ અને અન્ય વાહન વ્યવહાર ક્ષેત્રે શરૂઆતથી આજ સુધીની શોધો અને ઉપયોગમાં લેવાતાં મોડલો બતાવ્યાં છે.ત્યાં એન્ટ્રી