અસ્તિત્વ - 13

(317)
  • 1.1k
  • 432

આસ્થાના મનમાં એના પપ્પા કેવા દેખાતા હશે એ કલ્પના ખૂબ જોર પકડી રહી હતી. અનેક ગણો અજંપો અને પપ્પાને મળવાનો ઉત્સાહ આસ્થાના ચહેરા પર વર્તાય રહ્યો હતો.આસ્થા એના કલ્પનાની દુનિયામાં એના પપ્પાને કોઈક સુંદર હીરો સમાન જોઈ રહી હતી. મેન્ટલ હોસ્પિટલના ગેટની અંદર ગાડી પ્રવેશી અને આસ્થાની કલ્પના પર અચાનક એક બ્રેક લાગી, મમ્મી તરફ એણે નજર કરી પૂછ્યું, "આપણે અહીં કેમ આવ્યા? પપ્પા પાસે જવું હતું ને!!""હા બેટા! હું તને તારા પપ્પા પાસે જ લાવી છું."આસ્થાનું મન હવે થોડું વ્યાકુળ થયું. "તારા પપ્પા કામ પર છે." એ શબ્દો યાદ આવતા ફરી એને થયું પપ્પા ડૉક્ટર હશે. છતાં મનનો મૂંઝારો