હ્રદય અને મન જાણે પ્રિયાંશીને પોતાની બનાવી બેઠાં હતાં.. હવે આ વાત પોતાને અતિપ્રિય પ્રિયાંશીને જણાવવી કઈ રીતે તે મિલાપ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો...અને એટલી વારમાં તો પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઈ ગઈ. મિલાપ પણ તેની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરવા માટે ઉભો થઈ ગયો...તે નિરાશ થઈ ગયો તેને ખૂબ દુઃખ થયું કે તે પોતાના મનની વાત પ્રિયાંશીને જણાવી શક્યો નહિ, પરંતુ હવે શું થાય, એક સુંદર તક તેના હાથમાંથી સરકી ચૂકી હતી..પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ત્યારે તેનો ભાઈ તેની રાહ જોતો નીચે જ ઉભો હતો. જે તેને એક્ટિવા લઈને લેવા માટે આવ્યો હતો. પ્રિયાંશીના