અસ્તિત્વ - 12

(216)
  • 636
  • 336

આસ્થાનું મન અતિ વ્યાકુળ હતું. એને પાણીનો ગ્લાસ આપતા અનુરાધાએ કહ્યું, "બેટા પાણી પી લે."આસ્થા એકસાથે આખો પાણીનો ગ્લાસ ગટગટાવી ગઈ. પાણી પીધા બાદ એ થોડી સ્વસ્થ જણાઈ રહી હતી. એનું મન શાંત થયા બાદ એ બોલી, "મમ્મી મારો અકસ્માત કેમ થયો હતો? મારે જાણવું છે."આસ્થાના આ શબ્દો અનુરાધાને ખૂબ બેચેન કરી ગયા, ઘડીક એને શું કહેવું એ સમજાય રહ્યું ન્હોતું. એ એક નજરે આસ્થાના ચહેરાને જોઈ રહી અને પોતાના શબ્દો ગોઠવતા બોલી, બેટા જે બની ગયું અને તને ખૂબ તકલીફ આપી ગયું એ મારે હવે બિલકુલ યાદ જ નથી કરવું. જે ક્ષણ મારી દીકરીની સંપૂર્ણ યાદશક્તિ છીનવી ગઈ એ