મારા અનુભવો - ભાગ 66

(780)
  • 1.2k
  • 600

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 66શિર્ષક:- કાશીને વિદાયલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 66.."કાશીને વિદાય"મને કાશીમાં રહેતાં રહેતાં દશ-અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. શાંકર વેદાન્તના મુખ્ય વિષય સાથે આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. સર્વપ્રથમ સ્થાન આવવાના કારણે સુવર્ણચંદ્રક મળ્યો હતો, પણ મારે એવો સુવર્ણચંદ્રક ક્યાં લગાવવો તથા કોને બતાવવો ? એ ચંદ્રક લેવા હું સમારોહમાં ગયો જ નહિ. મારી ઇચ્છા હોત તો હું પીએચ.ડી કરી શક્યો હોત.એ સમયે ત્રણસોથી ચારસો રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી શકી હોત, પણ હવે મારે ભણવું ન હતું. જેટલું ભણ્યો તે ગુરુજીની કૃપાથી ભણ્યો હતો. તેમની ઇચ્છા હતી કે