રાજકોટનું એ ઉષ્ણ અને જીવંત શહેર… અને એ શહેરમાં પારસ સોસાયટીની એક શાંત ગલી. સવાર પડતાં જ ચકલીનો કલરવ, બપોરે બાળકોની ધમાલ અને સાંજે ઘરોની બારીઓમાંથી આવતો ચા નો સુગંધિત વાસ. એ જ ગલીમાં બે નાનકડાં પગલાં રોજ સાથે દોડતાં પંકજ શાહ અને માલતી દવે.પારસ સોસાયટીમાં બધા એકબીજાને ઓળખતા. કોઈના ઘરે તહેવાર હોય તો આખી સોસાયટી ખુશી મનાવતી. એ જ માહોલમાં પંકજ અને માલતીનું બાળપણ ખીલી ઊઠ્યું. સ્કૂલમાંથી પાછા આવ્યા પછી બેગ ફેંકી દેતા અને સીધા ગલીમાં મળી જતા. ક્યારેક સાતપથ્થર રમતા, ક્યારેક લુકાછુપી, તો ક્યારેક માટીમાં નાનું ઘર બનાવી “આપણું ઘર” કહીને હસતા.એક દિવસ વરસાદ પડ્યો હતો. પારસ સોસાયટીની