ઓ રોમિયો

ઓ રોમિયો- રાકેશ ઠક્કર          ફિલ્મ ‘ઓ રોમિયો’ (2026) થી શાહિદનું પુનરાગમન થયું કહી શકાય? આ સવાલનો જવાબ થોડો જટિલ છે. જો વ્યાપારી દ્રષ્ટિએ જોઈએ તો શાહિદ ક્યારેય સંપૂર્ણપણે ગાયબ થયો જ નહોતો પરંતુ તેની છેલ્લી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નહોતી. ‘ઓ રોમિયો’ તેને ફરીથી લોકપ્રિયતાના શિખરે લાવી રહી છે. તેના પાત્રમાં એક એવી માસૂમિયત સાથેનો આક્રમક મિજાજ છે જે યુવા પેઢીને ખૂબ આકર્ષે છે. તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં એક સ્ટાર તરીકે પણ અહીં પૂરેપૂરો ખીલ્યો છે. તેથી તેનું શાનદાર ફોર્મમાં પરત ફરવું જરૂર કહી શકાય. શાહિદ માટે ‘ઓ રોમિયો’ બીજી ઇનિંગનો એક મજબૂત પાયો સાબિત થઈ શકે છે. વિશાલ ભારદ્વાજના