ચમત્કારીક રુદ્રાક્ષ ભાગ્ય__12(આ ભાગ વાંચતા પહેલા આગળના 11 ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે)બાળક અને ભિક્ષુકની ઘટનાના સમાચાર વાવાઝોડાની જેમ ફેલાયા. શરૂઆતમાં લોકો એને દંતકથા માની રહ્યા હતા, પરંતુ જેમ જેમ ચર્ચા વધી, તેમ તેમ મંદિર પરિસરમાં એક નવી ભીડ ઉમટવા લાગી. દરેક માતા-પિતા પોતાના બાળકને લઈને આવવા લાગ્યા. સૌના મનમાં એક જ આશા—કદાચ અમારું બાળક પણ તે પાનને સ્પર્શી શકે, કદાચ અમને પણ કોઈ અણધાર્યો આશીર્વાદ મળે.પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. બાળકો નિર્દોષ તો હતા, પરંતુ તેમની આસપાસ લાલસા અને અપેક્ષાનો ઘેરો વલયો હતો. માતા-પિતા તેમને સમજાવતા—“હાથ આગળ વધાર, પાન તોડી લે,” “ડરશો નહીં,” “ભગવાનનો