અંધકારના દ્વાર — ભાગ ૬ : “વાયુનું રહસ્ય અને ભુતલોકનો દરવાજો”ડુમાસ બીચ — અંધકાર પહેલા ની શાંતિસાંજનો છેલ્લો શ્વાસ…આકાશ કેસરીથી જાંબલી બનતું ગયું…પવનમાં અજાણી ઠંડક હતી.ટીમના દરેક સભ્યને હવે સમજાઈ ગયું હતું કેઆ કોઈ સામાન્ય મિશન નહોતું.આ હતી — અજ્ઞાત દુનિયાની યાત્રા.પોર્ટલ પાર કર્યા પછી જે વિશ્વમાં તેઓ ઉભા હતા…તે દેખાવમાં તો Dumas Beach જેવું જ હતું…પણ…કંઈક ખોટું હતું.ખૂબ ખોટું.રેત કાળી હતી — વધુ કાળી.હવા ભારે હતી — જાણે શ્વાસમાં સીસું ઘૂસી રહ્યું હોય.દરેક અવાજ ગૂંજી રહ્યો હતો જાણે દુનિયા પોતે જીવતી હોય.અજાણ્યો યોધ્ધા શેરસિંહ સામે ઊભેલો યોધ્ધા જેની…ઊંચાઈ લગભગ સાત ફૂટ જેટલી હતી. ચહેરો શાંત… પણ આંખોમાં વાવાઝોડું.“હું વાયુ છું…”એ બોલ્યો.“પણ હું