પ્રકરણ ૧૨: વિક્ટરનો સીધો પ્રહારસમય: ટકરાવના ૨૩ દિવસ પછી.સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને પૃથ્વીના પેટાળમાં દોડતી હાઈ-સ્પીડ શટલ.સેક્ટર-૯ માં મળેલી જીતનો આનંદ ક્ષણિક હતો. લોકો પાસે હવે અનાજ હતું, પણ ભય હજુ પણ હવામાં ઓગળેલો હતો. માયા અને કબીર જાણતા હતા કે વિક્ટર સ્ટીલ આ અપમાનનો બદલો લીધા વગર નહીં રહે અત્યારે તેની પાસે તમામ સંસાધનો અને શક્તિ હતી."આપણે આ બંકરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી પડશે," માયાએ હાંફતા અવાજે કહ્યું. "વિક્ટરના સૈનિકો ગમે ત્યારે પાછા આવશે."વિક્ટરની આગે કૂચ જારી હતી.એન્ટાર્કટિકાના 'ઝીરો બંકર' માંથી એક અત્યાધુનિક, બુલેટપ્રૂફ શટલ રવાના થઈ હતી. આ શટલ પૃથ્વીના પેટાળમાં બનેલી વેક્યુમ ટનલ દ્વારા માત્ર ૨ કલાકમાં