કાયામત: અંતિમ આશ્રય - 9

(367)
  • 1.9k
  • 590

પ્રકરણ ૯: ગુપ્ત સંદેશ અને શંકાની સોયસમય: ટકરાવના ૧૫ દિવસ પછી.સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.સબ-બંકરની અંદરનો સમય જાણે થંભી ગયો હતો. દિવસ છે કે રાત, તે જાણવાનો કોઈ રસ્તો નહોતો. દીવાલો પરથી ઉતરતો ભેજ અને હવામાં રહેલી ગૂંગળામણ લોકોને હતાશા તરફ ધકેલી રહી હતી.ત્યાં રહેલા તમામ લોકોમાં એક અજીબ બેચેની હતી. માયા અત્યારે બંકરના એન્જિનિયરિંગ યુનિટમાં હતી, જ્યાં તેને ટેકનિકલ મેઈન્ટેનન્સનું કામ સોંપાયું હતું.તેણે આસપાસ જોયું. ગાર્ડસ જે વિક્ટરની કંપનીના ભાડૂતી સૈનિકો હતા, તેઓ થોડે દૂર ઉભા રહીને વાત કરી રહ્યા હતા. માયાએ તક ઝડપી અને એ જૂના ટર્મિનલ પર પોતાની આંગળીઓ ચલાવી.સ્ક્રીન પર ફરી એ જ અક્ષરો