કાયામત: અંતિમ આશ્રય - 7

(64)
  • 558
  • 216

પ્રકરણ ૭: શૂન્યકાળ - મહાપ્રલયસમય: ટકરાવની અંતિમ ઘડીઓ.સ્થળ: 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન અને પૃથ્વીનું વાતાવરણ.અવકાશની અનંત શાંતિમાં 'ડેથ-વોકર' ઉલ્કા હવે એક નાનું ટપકું નહોતી, પણ પૃથ્વીના કદને પડકાર આપતો એક સળગતો પહાડ બની ગઈ હતી. આર્યન અને તેના સાથી વૈજ્ઞાનિકો સ્પેસ સ્ટેશનના ગ્લાસ ડોમ પાસે સ્તબ્ધ થઈને ઉભા હતા. તેમના ચહેરા પર પ્રતિબિંબિત થતી લાલ રોશની એ વાતની સાક્ષી હતી કે હવે અંત નજીક છે. હવે આ હસ્તી રમતી પૃથ્વી નો અંત નજીક જણાતો હતો. જેનું વૈજ્ઞાનિકો અને આ દુનિયાના તમામ લોકો વાટ જોઈ રહ્યા હતા એ અંત હવે નજીક હતો."ઈવા, ટાઈમ ટુ ઈમ્પેક્ટ?" આર્યનનો અવાજ ગળામાં જ અટકી રહ્યો હતો."૬૦