પ્રકરણ ૬: અંતિમ એલર્ટ અને મહાનિષ્ક્રમણસમય: ઉલ્કા ટકરાવાના ૩૦ દિવસ પહેલા.સ્થળ: પૃથ્વીની સપાટી અને બંકરોના પ્રવેશદ્વાર.હવે સત્ય છુપાવવું અશક્ય હતું. આકાશમાં 'કાયામત' ઉલ્કા હવે રાત્રે પણ સૂર્ય જેવો લાલ પ્રકાશ ફેંકી રહી હતી. પૃથ્વીના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. સમુદ્રના મોજાં નિયંત્રણ બહાર હતાં. આખી દુનિયામાં સત્તાવાર રીતે 'વૈશ્વિક કટોકટી' જાહેર કરવામાં આવી અને તમામ સામાન્ય કામકાજ બંધ કરી દેવામાં આવ્યા. લોકોને હવે પૃથ્વીનો અંત પોતાની આંખ સામે થતો જોવા મળી રહ્યો હતો. પૃથ્વીના વાતાવરણની અંદરના ફેરફારો હવે ઘણી જગ્યાએ સહાય થઈ પડ્યા હતા તો ક્યાંક ક્યાંક ધાર્મિક સ્થાનોમાં પૃથ્વીમાં મૃત્યુ પછીના જીવન વિશે ધર્મગુરુ સમજાવતા હતા.ટીવી અને રેડિયો