મારા અનુભવો - ભાગ 64

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 64શિર્ષક:- કુટીયા બનાવું?લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 64. "કુટીયા બનાવું?"શરીર પ્રત્યે જેટલી ઉપેક્ષા ગુજરાતમાં રખાય છે, તેટલી બીજે ભાગ્યે જ રખાતી હશે. આ ઉપેક્ષાના કારણે સામાન્ય રીતે ગુજરાતી પ્રજાનાં શરીર એકવડિયાં તથા નિર્બળ હોય છે. આહાર, વ્યાયામ તથા યોગ્ય માવજતના અભાવે શરીર દુર્બળ થાય છે. ગુજરાતનું દૂધ દિલ્હી અને કલકત્તા સુધી પહોંચે છે. અને દિલ્હી-કલકત્તાની દવાઓ ગુજરાત સુધી પહોંચે છે. મૂળમાં ગુજરાતની પ્રજા નિરામિષભોજી છે. તેમાં પણ ધાર્મિક કારણોસર લસણ-ડુંગળી તથા કંદમૂળ વગેરે પોષક વનસ્પતિઆહારને પાપ માનનારી પણ છે. જોકે કાંદા-લસણ-બટાટા વગેરે ન ખાનારામાંથી કેટલાક લાંચ ખાવામાં