ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 63શિર્ષક:- ભૂતપ્રેત છે ખરાં?લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 63. "ભૂતપ્રેત છે ખરાં ?"વિશ્વભરના બધા જ મુખ્ય ધર્મોમાં ભૂતપ્રેત વિશે કોઈ ને કોઈ પ્રકારની માન્યતા હોય છે. વિજ્ઞાનની આટલી બધી પ્રગતિ પછી પણ હજી આ માન્યતાને નાબૂદ કરી શકાઈ નથી. ભૂતપ્રેત - વિરોધી ગમે તેટલો વિરોધ કરે પણ માન્યતા ધરાવતો વર્ગ અસ્તિત્વ ધરાવે છે જ. માત્ર અભણ માણસ જ આવી માન્યતા ધરાવે છે તેવું નથી, શિક્ષિતવર્ગ પણ આવી માન્યતાઓને માનનારો રહ્યો છે. જો ભૂતપ્રેતના અસ્તિત્વની સિદ્ધિ થાય તો આત્માની સિદ્ધિ સરળ થઈ જાય. શરીરનો નાશ થયા પછી પણ