એકત્વ "स एकाकी न रमते, स द्वितीयमैच्छत्।" બૃહદારણ્યકોપનિષદ્ ૧.૪.૩ એકત્વમાં પણ પૂર્ણતા નથી – સંબંધ, સંયોગ, દ્વૈતની લીલા વિના આનંદ અધૂરો રહે છે. તેથી જ માનવી પણ એકલો રહીને સંતુષ્ટ નથી થતો; તેને સાથી, સ્નેહ, સંબંધની જરૂર પડે છે. આ જ વાત આ વાર્તા સાથે જોડાય છે – “તું પણ કંઈક એવું કર ને કે મને ય લાગે કે હું એકલો નથી.” એકલો નહીં રમે કોઈ, એકલો નહીં રહે, દ્વિતીયની ઝંખનાએ જ તો જીવન ગુંજે છે સદા. એક વારની વાત છે, લંડનની તે ભીની, ધુમ્મસવાળી ગલીઓમાં, જ્યાં ગરીબીની છાયા દિવસ-રાત વિસ્તરેલી રહેતી, ત્યાં રહેતો એક નાનકડો છોકરો