રાહી જાતી વેળા

ગામના કિનારે આવેલી એક જૂની વાડીમાં દાદા હરિભાઈ અને દાદી જશોદાબેનનું ઘર હતું. હરિભાઈ પાસે ખેતી હતી, જીવન સાદું હતું, પણ સંતોષભર્યું. ચાર દીકરાઓ—મહેશ, રમેશ, સુરેશ અને નરેશ—એમનો જીવ હતા. બાળકો મોટા થાય ત્યાં સુધી માતા-પિતાએ કોઈ કમી રાખી નહોતી. પોતે ઓછી ખાય, પણ દીકરાઓને સારું મળે એ જ વિચાર. સમય વીતતો ગયો. ચારેય દીકરાઓ ભણ્યા, નોકરીએ લાગ્યા અને શહેર તરફ વળ્યા. મહેશ મુંબઈ ગયો, રમેશ અમદાવાદમાં વસ્યો, સુરેશ સુરતમાં વેપાર કરવા લાગ્યો અને નરેશ વિદેશ ચાલ્યો ગયો. શરૂઆતમાં બધું ઠીક હતું. ફોન આવતાં, તહેવારે ઘરે આવતાં. પણ ધીમે ધીમે આવવું ઘટતું ગયું. દાદા-દાદી હવે વાડીમાં એકલા રહેતા. ખેતી કરવી