"Heartbreak પછીની સવાર"- ખુશાલી બરછાઆજે વાતાવરણમાં નીરવ શાંતિ હતી. સ્નેહલે 'ધ્યાન'માં બેસીને આંખો ખોલી અને મોબાઇલને 'નોર્મલ મોડ' પર રાખ્યો. એ પોતાનું વ્હોટ્સએપ ચેક કરવા લાગી , ત્યાં તો ધૈર્યનું 'hi' દેખાયું. આ એ જ ધૈર્ય હતો જેના પ્રેમમાં એક દિવસ સ્નેહલ પડેલી અને જેના થકી એને ''heartbreak'' શું છે? એની ખબર પડેલી. પણ આજે એ જરાપણ વિચલિત નહોતી. એટલે એણે પણ 'hi' થી ધૈર્યને જવાબ આપ્યો. આટલા વર્ષો પછી એનો મેસેજ કેમ આવ્યો હશે? એવું પૃથ્થકરણ કરવાને બદલે એણે કોલેજ તરફ વાટ પકડી અને ત્યાં એક પ્રોફેસર તરીકે સમયસર પહોંચી. "મેમ, આજે તમે અમને આશ્ચર્યમાં મૂકી દીધા. આજે તો ઑફ