જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૨ ‘જીવનમાં એક વાત યાદ રાખજો, જે મળે તે નસીબ અને જે નથી મળતું તે ઈશ્વરની મરજી.’ જીવનમાં સ્વીકારભાવ જેવો બીજો કોઈ મોટો વૈભવ નથી અને આ સુવિચાર એ જ આંતરિક શાંતિની ચાવી છે. આજના દોડધામભર્યા અને અપેક્ષાઓથી લદાયેલા જીવનમાં આપણે દરેક નાની-મોટી વસ્તુ પર પોતાનું નિયંત્રણ મેળવવા ઈચ્છીએ છીએ. આપણને લાગે છે કે જો આપણે સખત મહેનત કરીશું તો પરિણામ આપણા ધાર્યા મુજબ જ આવવું જોઈએ. પણ જીવન કોઈ ગણિતનો દાખલો નથી કે જેમાં બે વત્તા બે હંમેશાં ચાર જ થાય. આજના 'હસ્ટલ કલ્ચર' (સતત મથતા રહેવાની સંસ્કૃતિ) માં જ્યારે કોઈ વસ્તુ