ભૂલ છે કે નહીં ? - ભાગ 102

  • 98

દિકરીને જે શાળામાં મૂકી હતી એ શાળામાં આપણા જ ગામના બીજા બે ત્રણ છોકરાઓ પણ હતા. એમના વાલી આપણા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે બીજા ગામથી એક રિક્ષા જાય છે આપણે એને કહીએ એ આપણા સંતાનોને અહીંથી જ લઈ જાય અને મૂકી જાય. તમે હા પાડી હતી. અને એ લોકોએ રિક્ષાવાળા સાથે વાત કરીને નક્કી કરી દીધું એ પ્રમાણે હવે દિકરીને મારે મારી સાથે લઈ જવાની ન હતી. એ રિક્ષામાં જ આવવાની અને જવાની હતી. પણ પછી મને વિચાર આવ્યો કે દિકરી છૂટે એ સમયે જ ભાણી પણ ટયુશનની છૂટે છે તો રિક્ષાવાળાને કહું કે એ ભાણીને પણ