( આગળનાં ભાગોમાં આપણે જોયુ હતું કે, સમુદ્રની ઊંડાઈ સુધી રેતમહેલમાં પહોંચેલી ધરા ને હેત્શિવાએ સન્માન સાથે પોતાની સખી બનાવી હદયમાં સ્થાન આપ્યું હતું. અગ્નિ મહોત્સવમાંથી છુટા પડ્યાં પછી ધરા રેતમહેલ પહોંચી શકી ન હતી. અત્યારે એ ક્યાં છે, એ વિશે હેત્શિવા કશું જાણતી ન હતી.ધરા ને યાદ કરતાં બાબા આર્દે હેત્શિવાને કહ્યું,"ધરા રેતમહેલમાં ફરી ન પહોંચી એનું મૂખ્ય કારણ રાક્ષસી વૃજા છે. રાક્ષસી વૃજા તો તને યાદ જ હશે ને! આજે આટલા વર્ષો પછી પણ નિલક્રિષ્ના માટે એ તડપે છે. એ જ કારણસર એ ધરાને પવનમહેલમાં ઉઠાવી ગઈ છે."આ સાંભળી હેત્શિવા ક્રોધે ભરાઈ. હજું પણ એને વર્ષો પહેલાંનો એ દિવસ