આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં છે ત્યારે એવી દંતકથાઓનો કોઇઅર્થ રહેતો નથી જેનો કોઇ પાયો જ હોતો નથી.જો કે આપણાં પુર્વજો દ્વારા આપણને કેટલીક કથાઓ, પાત્રો વારસામાં અપાયા છે જે મોટાભાગે કોઇ એક વ્યક્તિની કલ્પના નથી પણ તે સંખ્યાબંધ લોકોની માન્યતા સાથે સંકળાયેલ બાબત હોય છે અને તેનો વાસ્તવિકતા સાથે પણ સંબંધ હોય છે.આજથી પચ્ચીસસો વર્ષ અગાઉ જયારે લોકો ગ્રીસનું ભ્રમણ કરતા ત્યારે તેમને ઓરેકલ ઓફ ડેલ્ફીની વાતો સાંભળવા મળતી હતી.આ ડેલ્ફી ભવિષ્ય પણ ભાખતી હતી અને તેની વાતો મોટાભાગે તો ઉખાણાની ભાષામાં બોલાતી હતી જેને લોકોએ ઉકેલવી પડતી હતી.જો કે તેના અસ્તિત્વ અંગે ઘણાં શંકાઓ વ્યકત કરતા હતા પણ