હું મમ્મી જે બોલે તે સાંભળી લેતી. એમને શું જવાબ આપું ? નોકરી તો મારાથી છોડાય એવું હતું નહીં ને દિકરા દિકરીને સાથે લઈ જવાય એવું હતું નહીં. ઘણીવાર એમ થતું કે એમને કહી દઉં કે બેનને જો એમ લાગતું હોય કે અહીં આરામ નથી મળતો તો એમ નથી થતું કે ઘરે પાછી ચાલી જાઉં અહીં શું કામ છે ? આરામ નથી મળતો કરી કરીને લગભગ આખો મહિનો ઘરે રહ્યા હતા. ને મને બે દિવસમાં બોલાવી લીધી હતી. પણ કહું તો કોને કહું ? તમને તો મારું કંઈ સાંભળવું હોતું જ ન હતું. બસ નોકરી કરી ને આવો, ફળિયામાં બેસવા