ગામના એક શાંત મહોલ્લામાં મોહિત નામનો યુવક રહેતો હતો. શિક્ષિત, સંવેદનશીલ અને જવાબદારીભાવથી ભરેલો. મોહિત ના બાળપણ માં પિતાનું અવસાન થયું હતું. ઘરમાં તેની મા શાંતા બેન અને પત્ની કાવ્યા— બંને તેને બહુ પ્રેમ કરતા, પણ એ પ્રેમ ધીમે ધીમે દબાણ બની ગયો હતો. શાંતા બેન વર્ષોથી ઘર સંભાળતી આવી હતી. ઘર ઘર ના કામ કરી એકના એક દીકરા મોહિત ને ભણાવ્યો અને લગ્ન કરાવ્યા . પતિના અવસાન પછી મોહિત જ તેનો આધાર. “દીકરો એટલે દીવો,” એમ કહી તે ગર્વ અનુભવે, પણ સાથે એક અજાણી અસુરક્ષા પણ. તેને લાગતું કે લગ્ન પછી દીકરો દૂર થઈ જશે. કાવ્યા શહેરમાં ભણેલી, સ્વતંત્ર વિચાર