સારા માતા-પિતા બનવા માટે માતા પિતાએ બાળકોને પ્રેમથી ઉછેરવા જોઈએ. પ્રેમ એટલે શું? બાળક સારું કરીને આવે તો મા-બાપને ઉછાળો ના આવે અને ખરાબ કરીને આવે તો એના ઉપર ગુસ્સે ન થાય.દરેક મા-બાપને એમ જ લાગતું હોય કે હું મારા બાળકને પ્રેમ જ આપું છું. દાખલો લઈએ કે, પોતાનો છોકરો બારમા ધોરણમાં નેવું ટકા માર્ક્સ લાવ્યો હોય તો મા-બાપ ખુશ થઈને પાર્ટી આપે. લોકો સામે છોકરાની હોશિયારીના વખાણ કરતા ના થાકે! અરે, નવું બાઈક પણ ગિફ્ટમાં લાવી આપે. પણ એ જ છોકરો ચાર દિવસ પછી બાઈકનો એક્સિડન્ટ કરીને આવે, બાઈકનો કચ્ચરઘાણ થઈ જાય તો મા-બાપ એને “નાલાયક છે, હવે તને