મારા અનુભવો - ભાગ 62

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 62શિર્ષક:- જળડોડીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 62. "જળડોડી"  બિહારના આરા જિલ્લાના એક ગામના એક મહંતજી કાશીમાં આવ્યા. તેમના ગુરુજી મરણપથારીએ હતા એટલે તેમની ઇચ્છા મરતાં મરતાં ભાગવત સાંભળવાની હતી. પોતાના વૃદ્ધ અને મુમુક્ષુ ગુરુને ભાગવત સંભળાવે તેવા કોઈ સંતની તેઓ શોધ કરતા હતા. કોઈએ મારું નામ આપી દીધું. તેઓ મારી પાસે આવ્યા અને બધી વાત કરી. તેઓ કૉંગ્રેસી કાર્યકર્તા હતા અને થોડા સમયથી સાધુ થયા હતા. પંચાવનેક વર્ષની ઉંમર, બેઠી દડીનું ભારે શરીર, પાકો વાન, ભારોભાર સજ્જનતા, નિખાલસતા અને આત્મીયતાના ગુણોથી માન થઈ જાય તેવું વ્યક્તિત્વ. જાડી