મારા અનુભવો - ભાગ 61

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 61શિર્ષક:- ગુરુ કરાવોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 61."ગુરુ કરાવો"હિન્દુ પ્રજા માત્ર ધર્મ, સંપ્રદાય, પંથ કે જાતિથી જ વિભાજિત નથી પણ તે કેટલીક વાર આદર્શોથી પણ વિભાજિત થાય છે. વિશ્વના બીજા ધર્મોમાં ભાગ્યે જ જોવા મળે તેવી એક પ્રથા હિન્દુ પ્રજામાં છે. તે છે ગુરુ કરવાની પ્રથા, ખ્રિસ્તીઓ પાદરીઓ વગેરે ધર્માધિકારીઓ માને છે. કારણ કે તે નિશ્ચિત ધર્મ તથા શાસ્ત્રને માને છે. પણ કોઈ પણ પાદરી ઈશુની જગ્યાએ ઈશુની સાથે પોતાની પૂજા નથી કરાવતો. તે એક પેઢીના મુનીમ જેવું કામ કરે છે. પેઢીની મહત્તા વધે એમાં જ તેની