નિલક્રિષ્ના - ભાગ 31

  • 178

અવનિલના ત્યાંથી નીકળી ગયા પછી, "આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે?" એ જાણવા માટે નિલક્રિષ્ના કબીલાના સિપાઈનાં વેશમાં ભ્રમજાળથી ઉત્પન્ન કરેલી, પોતાની અને અવનિલની લાશને લઈને એ કબીલામાં આવેલા દૈત્યરાજ કેતુક સમક્ષ હાજર થવા આગળ વધી.એણે ત્યાં પહોંચતાં જોયું કે, "પૂર્ણ ચંદ્રની રાત પુરી થવા આવી છે." આ રાતનું મહત્વ કબીલાના લોકો માટે કંઈક ખાસ અને અલગ રહેતું. આવેલા અલગ અલગ કબીલાના લોકો દ્વારા બતાવવામાં આવેલ નૃત્ય પુરાં થવા પર હતાં. પછી આગળ ઉત્સવમાં જે આદિવાસીઓએ સૌથી મોટાં જંગલી પ્રાણીનો શિકાર કર્યો હોય એને પણ સન્માન આપવાનું હતું. અને સાથે સાથે સૌથી વધારે મનુષ્યોની