ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 11

  • 112

નાસિક જેલની બહારની હવામાં અત્યારે માત્ર લોહી અને બારુદની ગંધ હતી. અભિમન્યુ અને માયા સ્કોર્પિયોમાં દિલ્હી તરફ રવાના થઈ ચૂક્યા હતા, પણ જેલના પાછળના ભાગે જે ખેલ ખેલાયો તેણે ૨૫ વર્ષના સંબંધોના ચીરેચીરા કરી નાખ્યા હતા.શંકર સાવંત સ્તબ્ધ થઈને જોઈ રહ્યો હતો કે મનહર દેસાઈના ખાસ ગુંડાઓ, જે અત્યાર સુધી શંકરના પડખે રહીને લડતા હતા, તેમણે અચાનક પોતાની બંદૂકો શંકરના વફાદાર માણસો તરફ ફેરવી દીધી હતી. સેકન્ડોમાં શંકરના પાંચ શ્રેષ્ઠ સાથીઓ જમીન પર ઢળી પડ્યા.શંકરના કાનમાં રહેલા વાયરલેસમાંથી મનહર દેસાઈનો ઠંડો અવાજ ગુંજ્યો: "સાવંત, તારી જરૂરિયાત હવે પૂરી થઈ ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે દેવદત્ત કયા સેલમાં