સૂક્ષ્મવેધ - 3

ભાગ ૩: અંતિમ ટાંકો​રાતના બાર વાગ્યા હતા. 'ધરોહર' મ્યુઝિયમ ફરી એકવાર એ જ જીવલેણ શાંતિમાં ગરકાવ હતું. પણ આજે આ શાંતિમાં એક અજીબ ગરમાવો હતો. માર્તંડ શાસ્ત્રીએ મ્યુઝિયમના એ જ 'મધ્યકાલીન વસ્ત્રકળા' ખંડમાં સૌને હાજર રહેવા જણાવ્યું હતું.​ઇન્સ્પેક્ટર ઝાલા, પસીને રેબઝેબ સચિવ આદિત્ય, અને એક ખૂણામાં મૂર્તિની જેમ સ્થિર ઉભેલી વિદેહી.​માર્તંડ શાસ્ત્રીના હાથમાં પેલો સફેદ મલમલનો રૂમાલ હતો અને બીજા હાથમાં દેવવ્રતની મેડિકલ ફાઈલ. તેમણે લાઈટની સ્વિચ પાડી. ફોકસ સીધું પેલી ખાલી પડેલી કાચની પેટી પર પડ્યું જ્યાં દેવવ્રતની લાશ મળી હતી.​"આ જગતમાં કંઈ પણ અમર નથી," માર્તંડનો અવાજ ગુંજ્યો, "ન સત્તા, ન સંપત્તિ, ન તો પાપ. દેવવ્રત પાસે આ