“ડૉ. હવે વૈદહી કેમ છે. તેને હોશ આવ્યો કે નહી.” ફરી પહેલા બ્લેકમેલરનો ફોન આવ્યો.“ના, હજી નથી આવ્યો હોશ.”“ડૉ. તને ખબર છેને કે તું અમારાથી ચાલાકી કરીશ તો તારી શું હાલત થશે.”“હા, મને ખબર છે તમે મારી શું હાલત કરશો. મારા ઘરમા જે નોકર છે તે તમારો માણસ છે. મારા દિકરા પર પણ તમે ચાંપતી નજર રાખી છે. મને બધી ખબર છે. હું સાચુ કહુ છું કે વૈદેહીને હજી હોશ નથી આવ્યો.”ઠીક છે કહીને બ્લેકમેલરે ફોન મુકી દીધો.. ------------------------------------------------------------------------------“સર, આ રહી ફાઈલ.”કમિશ્નરની ઓફીસમાં આખી રાત ફાઈલનોની શોધખોળ થવા લાગી અને સવારે કપીસને તે ફાઈલ મળી ગઈ.“Bagban NGO Case.. હા આજ ફાઈલ