કાયામત: અંતિમ આશ્રય - 3

પ્રકરણ ૩: પાતાળનું નિર્માણસમય: ઉલ્કાના ટકરાવના ૧૪ મહિના પહેલા.સ્થળ: મધ્ય ભારત અને સાઇબેરિયાના ઊંડા જંગલો.દુનિયા અત્યારે એક ભ્રમમાં જીવી રહી હતી. સમાચાર પત્રોમાં હેડલાઇન્સ હતી: "વિશ્વના સાત દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી - 'ગ્લોબલ હાઇપરલૂપ ટનલ' થી આખી દુનિયા જોડાશે." સામાન્ય માણસ ખુશ હતો આ વિકાસ થકી તમામ દેશની વચ્ચે જોડાવાથી બીજા લાભો પણ મળશે અને હવે મુસાફરી ઝડપી બનશે, પણ જમીનની હજારો ફૂટ નીચે સત્ય કંઈક અલગ જ આકાર લઈ રહ્યું હતું, જે ઉપરની દુનિયા કરતાં તદ્દન ભિન્ન હતું.આર્યન અત્યારે મધ્ય ભારતના એક પહાડી વિસ્તારમાં બનેલા 'સેક્ટર-૭' નામના સાઇટ પર હતો. અહીં હજારો મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. વિશાળ