કાયામત: અંતિમ આશ્રય - 2

પ્રકરણ ૨: પ્રોજેક્ટ 'સેફ ગાર્ડ'સ્થળ: જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ – એક અજ્ઞાત અંડરગ્રાઉન્ડ કોન્ફરન્સ હોલ.સમય: ઉલ્કાની શોધના ૪૮ કલાક પછી.દુનિયાના સૌથી શક્તિશાળી સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ટોચના વૈજ્ઞાનિકો એક ટેબલ પર બેઠા હતા. સુરક્ષા એટલી સખત હતી કે પક્ષી પણ પર મારી શકે તેમ નહોતું. હોલમાં સન્નાટો હતો, જે માત્ર આર્યનના બૂટના અવાજથી તૂટ્યો. આર્યન પોતાની સાથે તમામ માહિતીઓ સાથે અહીં હાજર હતો. તેના ધ્રુજતા હાથમાં તે માહિતીની ફાઈલ હતી.આર્યને સ્ટેજ પર જઈ ડિજિટલ નકશો પ્રદર્શિત કર્યો. લાલ રંગનું એક ટપકું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું હતું."માનનીય નેતાઓ," આર્યનનો અવાજ ગંભીર હતો. "આ ઉલ્કાનું નામ અમે 'કયામત' રાખ્યું છે. તેની ગતિ 70,000