અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -42

અનોખી સફર પ્રકરણ-42 ધર્મેશભાઈએ ચા પીધી..પછી આમતેમ જોયું.. વીરબાળાબહેનને પૂછ્યું “ વિશ્વા ક્યાં છે? સવારથી હું પરવારી વાડામાં ગાયને નીર નાખ્યું..ચા પીધી..એ ક્યાંય દેખાઈ નથી..સવાર સવારમાં ક્યાં ગઈ છે? આજે વાડીએ એનું કશું કામ નથી..વાડીએ તો સવારથી ગઈ નથી ને? વીરબાળા બહેન જવાબ આપવા ગયા ત્યાં દીગુભાઈને ઘરમાં આવતા જોયા..બોલ્યાં“ આવો આવો દીગુભાઈ..ચા તૈયાર જ છે વિશ્વાનાં પાપાએ હમણાંજ પીધી..બેસો.બેસો. “ દીગુભાઈએ કહ્યું“ ચા તો હું પીને આવ્યો છું રમલીએ સારી બનાવી હતી..હું..તો..ત્યાં.. “ધર્મેશભાઈ કહે“ હું હમણાંજ પૂછવા જતો હતો તમારું .. ને તમે આવ્યા..” દીગુભાઈ કહે“ હું ખાસ પૂછવાજ આવ્યો કે સોહુ સવારે વહેલો બાઈક લઈને ફરવા નીકળી ગયો