લાયન સફારી, દેવળિયા

લાયન  સફારી, દેવળીયાસાસણ સિંહ દર્શન કરવા જવું હતું પણ બુકિંગ ખૂલતાં જ સાસણ નું તો  જાન્યુઆરીની જોઈતી તારીખોનું ફૂલ મળ્યું. આખરે નજીક દેવળીયા માં  લાયન સફારી અને રાત રહેવા નજીકના આંબેર રિસોર્ટ માં નું બુકિંગ કર્યું.15.1 ના જૂનાગઢ વહેલી સવારે  સાડા છ વાગે પહોંચી ગયા. ત્યાં લોકર વાળા અને બધું આઠેક વાગે ખુલે.   રિક્ષાવાળો એક રેસ્ટોરાં લઈ ગયો. ત્યાં  ચા પાણી કરવા સાથે બેગને  20 રૂ. માં રાખી. અગાઉથી બુક કરેલ રેંટ  એ કાર લીધી. ત્યાં દિવસ દરમ્યાન  ગિરનાર રોપ વે , ઉપરકોટ જોઈ નમતા પહોરે દેવળીયા જવા નીકળી ગયાં. જૂનાગઢથી સાસણ કે દેવળિયા માંડ દોઢ કલાકનો રસ્તો છે. એ રસ્તો