માનવ પ્રજાતિ તરીકે જ્યારથી આપણે પૃથ્વી પર કબજો જમાવ્યો છે ત્યારથી અનેક વસ્તુઓ નષ્ટ પામી છે.આપણે ઘણાં ખજાના ગુમાવી દીધા છે, મુલ્યવાન કલાકૃત્તિઓ ગુમાવી દીધી છે કયારેક તો આખે આખા શહેર પણ ગુમ થઇ ગયા છે જો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નષ્ટ થવાને આરે પહોંચી ગઇ હતી પણ તેને આપણે બચાવી શકયા છે.એ કલ્પના કરવા જેવી છે કે આપણને પ્રાચીન હસ્તપ્રતમાં એપોલો મુન લેન્ડરની ડિઝાઇન મળી જાય.૨૦૧૧માં ગણિતજ્ઞોને આ જ પ્રકારનો અનુભવ ત્યારે થયો હતો જ્યારે તેમને આર્કિમિડીઝનું કાર્ય મળી આવ્યું હતું.તેરમી સદીની એક પ્રાર્થનાની પુસ્તકનો એક્સરે દ્વારા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો ત્યારે તેમને એ કાગળ પર કેટલાક લખાણ