૫૭ સેન્ટ્સ - પ્રેમની નાનકડી ભેટ

૫૭ સેન્ટ્સ — પ્રેમની નાનકડી ભેટ સને 1884 ની એક રવિવારની સવાર હતી. આકાશના હળવા પીળા પ્રકાશમાં પક્ષીઓનો કલરવ અને ચર્ચની ઘંટડીનો મધુર અવાજ ગામના રસ્તાઓમાં ગુંજી રહ્યો હતો. ચર્ચમાં આજે બહુ ભીડ હતી. કેમ કે આજે રવિવાર ની પ્રાર્થના નો ખાસ દિવસ હતો. ચર્ચની અંદરથી પ્રાર્થનાઓ સંભળાઇ રહી હતી. એક નાનકડી બાળકી, કપડાં થોડાં જૂનાં, વિખરાયેલા વાળ અને ચહેરા પર ગરીબીની છાયા સાથે આ નાનાં ચર્ચ પાસે ઊભી હતી, તેની નાનકડી આંખોમાં આંસુ હતાં કેમ કે આ નાનકડી બાળકી માટે અંદર જગ્યા નહોતી. એ જ સમયે એક પાદરી ત્યાંથી પસાર થયા. બાળકી તેમને જોઈને રડી પડી “પાદરી સાહેબ, મને