"જાન્યુઆરી ૨૦૦૧નું એ વર્ષ, જે આખા ગુજરાત માટે કાળ બનીને આવ્યું હતું. ધરતી ધ્રુજી અને બધું જ વેરવિખેર થઈ ગયું. એ ગોઝારી ઘટનાના હજી અઢી માસ જ વીત્યા હતા, ત્યાં માધુરીબેનના ઘરે ખુશીની દસ્તક થઈ. ત્રણ દિવસની અસહ્ય પ્રસવ પીડા પછી જ્યારે પુત્રીનો જન્મ થયો, ત્યારે એવું લાગ્યું જાણે કુદરતે નવું જીવન આપ્યું હોય. એનું નામ રાખ્યું 'ધરતી'.પણ ભાગ્યનો ખેલ તો જુઓ, એ જન્મી હતી કાળ ચોઘડિયામાં. આખા કુટુંબનું એ પ્રથમ સંતાન! મોટા પપ્પાને સંતાન નહોતું અને ફોઈના છૂટાછેડા થયેલા, એટલે આખા ઘરનો હરખ ધરતી પર ઠલવાયો. મોટા પ