પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 21

પ્રકરણ ૨૧: સરહદ પર ખીલેલું પ્રણયપુષ્પ લદ્દાખની સફેદ બરફીલી ચાદરથી ઢંકાયેલી પહાડીઓ પર સૂર્યના પીળા કિરણો જ્યારે સવારે પથરાતા, ત્યારે તે સમન્વયથી આખું દ્રશ્ય સોનેરી લાગતું, પણ ત્યાંની હવા હંમેશા કઠોર અને હાડ થીજવતી રહેતી. કેપ્ટન વિસ્મય માટે હવે આ પહાડો માત્ર એક ફરજનું સ્થળ કે કુદરતની સુંદર રચના પૂરતું સીમિત નહોતું; આ જગ્યા હવે તેનું ઘર બની ગઈ હતી. તેમાં પણ 'વીરતા પુરસ્કાર' મળ્યા બાદ તેની જવાબદારીઓ અનેકગણી વધી હતી અને સૈન્યમાં તેનું પદ તેમજ કદ પણ. તેની બહાદુરીના કિસ્સાઓ હવે સરહદના દરેક મોરચે ગુંજતા હતા અને એક સેલિબ્રિટી જેવી તેની ખ્યાતિ ફેલાઈ હતી. પરંતુ, કુદરતે વિસ્મયના જીવનની