પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 20

️ પ્રકરણ ૨૦: પડછાયાથી પર, એક વિરાટ અસ્તિત્વ આતંકવાદીઓ સામેના એ ભયાનક ઓપરેશનમાં વિસ્મયની ઇજનેરી સૂઝબૂઝ અને અદભૂત સમયસૂચકતાએ સેના માટે વિજયનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. અત્યંત ટૂંકા ગાળામાં તેણે દુર્ગમ અને અસરગ્રસ્ત વિસ્તારને મુખ્ય માર્ગ સાથે જોડી દીધો, જેના કારણે ભારતીય સેના પોતાની સંપૂર્ણ તાકાત સાથે દુશ્મનો પર ત્રાટકી શકી અને તેમને ધૂળ ચાટતા કરી દીધા. આ માત્ર સૈન્યની જીત નહોતી, પણ વિસ્મયના અજોડ કૌશલ્યની પણ જીત હતી. વિસ્મયે પોતાની આવડતનો ઉપયોગ કરી માત્ર વિજય જ નહોતો અપાવ્યો, પરંતુ અનેક વીર જવાનોના અમૂલ્ય જીવ પણ બચાવ્યા હતા. પોતાની ઇજનેરી કામગીરી પૂરી કરીને તે અટકી ન ગયો, પરંતુ સેનાના એક