જીવન પથ ભાગ-51

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૧ (ગતાંકથી આગળ)        રામદાદાએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, ‘બેટા, અત્તર વેચનારો જ્યારે સાંજે ઘરે જાય ત્યારે તેને એ વાતનો સંતોષ હોય છે કે ભલે આજે કોઈએ અત્તર નથી ખરીદ્યું પણ આખો દિવસ હું એ સુગંધની વચ્ચે રહ્યો છું. મારે મન તમે બધા જ આ ઓફિસના ફૂલો છો. જો હું તમારી સાથે પ્રેમથી વર્તીશ તો મારી પાસે પણ એ પ્રેમની સુગંધ પાછી આવશે જ. હું કોઈને મદદ કરી શકું એટલો મોટો માણસ નથી પણ હું કોઈને નડું નહીં એટલી સમજણ તો ભગવાને આપી છે ને!’        મયંકને સમજાઈ ગયું કે રામદાદા એ જ 'અત્તરની શીશી' હતા. તેમનાથી ઓફિસના કામમાં કોઈ આર્થિક