વિષય: સાહિત્યમાં માનવાધિકારશિર્ષક: લઘુકથા: "માણહનું મૂલ્ય"જેઠ મહિનાનો બપોર જાણે ધરતી પર અગનગોળા વરસાવી રહ્યો હતો. આભમાંથી સુરજદાદા કોપાયમાન હોય તેમ લૂ વર્ષી રહી હતી. સીમ આખી સુમસામ હતી, પક્ષીઓ પણ માળામાં લપાઈ ગયા હતા. આવા ધખધખતા તાપમાં ગામના પાદરે આવેલા એક ઘટાદાર વડલા હેઠે એક જુવાન શહેરી બાબુ હાથમાં મોંઘીદાટ પેન અને મોટી ડાયરી લઈને બેઠો’તો.આ જુવાનનું નામ અશ્વિન. ઈ હતો શહેરના સાહિત્યજગતનો ઊગતો લેખક. એને ‘માનવાધિકાર’ (હ્યુમન રાઈટ્સ) ઉપર એક મોટો, વજનદાર ગ્રંથ લખવો હતો. એને એમ હતું કે એસી રૂમમાં બેસીને લખવા કરતા, ગામડાની વાસ્તવિકતા વચ્ચે જઈને લખું તો લખાણમાં 'વજન' પડે. એ વડલા નીચે બેઠો બેઠો આંતરરાષ્ટ્રીય