સ્પર્શ - ભાગ 10 (અંતિમ ભાગ)

ઇન્સ્પેક્ટરે પોતાની પાછળ ઉભેલ એ વ્યક્તિને આગળ કર્યો. કેનિલ ઉપર કેસ કરવાવાળો બીજો કોઈ નહિ પણ એનો જ પુત્ર સુમિત હતો. કેનિલ સુમિત ને જોતા બોલ્યો :-" તું?? સાહેબ તમને કોઈ ગલતફહેમી થઈ છે? આ નાના બાળક ને શું ખબર પડે? એટલું કહેતાં કેનિલ સુમિત સામે ગુસ્સાથી જોયું. ઇન્સ્પેક્ટરે આ નોટિસ કરતા બોલ્યા :-" એય...આમ છોકરાને શું ડરાવી રહ્યો છે હે?? અને શું અમને ગલતફહેમી થઈ છે એમ? પાટિલ..ઓલું રેકોર્ડિંગ લાવ.." ઇન્સ્પેક્ટરે રેકોર્ડિંગ કેનિલ ને બતાવ્યું. એ રેકોર્ડિંગ માં કેનિલ ખુશી સાથે કરેલો બળાત્કારનો વિડિયો હતો. આ જોતાં કેનિલ સમજી ગયો કે હવે બચવાનો કોઇ રસ્તો નથી. પણ આ વીડિયો