સ્પર્શ - ભાગ 9

આગલા દિવસે કેનિલ ૧૧ વાગ્યે જાગ્યો. નોર્મલ રૂટિન પતાવીને કેનિલ પોતાના ઓફિસના વર્ક ના કામ માં લાગી ગયો. મહેશભાઈ જેને કેનિલ પોતાનો પ્રિય મિત્ર માનતો હતો એણે ખુશીના અવસાન ના ૨૪ કલાક પણ નહોતા થયા ને કેનિલે મહેશને છોડી દીધો. મહેશના ઘરે સાંજે એક વાર જઈને આશ્વાસન આપી કેનિલ પાછો ઘરે આવતો રહ્યો.કૈલાશબેન માટે તો શું દિવસ અને રાત. ખુશીનું આમ અચાનક અવસાનથી આખી રાત એણે આંખનું પલકુ પણ માર્યું નહોતું. ખુશીની યાદો અને પછતાવા નાં કારણો આંખોના આંસુ બન્યા હતા.કેનિલ ની પત્ની રોજની જેમ જોબ પર જતી રહી અને સુમિત પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમવા જતો રહ્યો. કેનિલ ઘરે