સ્પર્શ - ભાગ 8

વર્તમાનમાં( સ્કૂલમાં વુમન્સ ડે ની ઉજવણી થઈ રહી હતી. નિર્મલા બહેન ચીફ ગેસ્ટ થઈને પધાર્યા અને પોતાના વિચારો બાળકો સમક્ષ રજૂ કર્યા. ત્યાર પછી સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા એક શોર્ટ મૂવી દેખાડવામાં આવ્યું જ્યાં ખુશીએ એ મૂવીમાં બનતી ઘટનાઓને પોતાના જીવન સાથે જોડાયેલી જોઈ. ત્યાં જ અચાનક એક દ્રશ્ય જોઈને ખુશી ભયભીત થઈ ગઈ કારણ કે એ મૂવીમાં છે એવી જ ઘટનાઓ એની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બની રહી હતી. એ ઘટના બીજી કોઈ નહિ પણ બળાત્કાર હતી. ખુશી એ જેમ તેમ પોતાને સંભાળી અને બસમાં બેસી ઘર તરફ જવા રવાના થઈ.)ખુશી બસની છેલ્લી સીટ પર ચૂપચાપ બેસી કંઇક વિચારતી હતી.