સ્પર્શ - ભાગ 7

કૈલાશબેન ખુશીની બીજી મા હતી. ખુશીની પહેલી મા દસ વર્ષ પહેલાં એટલે કે ખુશી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે ગુજરી ગઈ હતી. ખુશીની માનું મૃત્યુ અગાસી પરથી પડીને થયું હતું. ખુશી એ પોતાની મા નું મૃત્યુ નઝરસમક્ષ જોયું હતું. ખુશી ની મા ઘણા દિવસોથી ડિપ્રેશન માં હતી. ઘરમાં જઘડો , કંકાસ , અને પતિ સાથે અણબનાવ અને  એક દિવસ બપોરના સમયે અગાસી પર ચડી. એની પાછળ પાછળ મમ્મી મમ્મી કહેતી ખુશી એની પીછો કરતી અગાસી પર આવી. ખુશીની માએ પોતાની દીકરીને હેતભર્યું છેલ્લું આલિંગન આપી અગાસી પરથી કૂદકો મારીને પોતાનું જીવન ટુંકાવ્યું.મહેશભાઈએ ત્રણ વર્ષ પછી બીજા લગ્ન કર્યા. કૈલાશબેન શરૂઆતમાં